મેં હતાશાને સર્જનાત્મક સફળતામાં કેવી રીતે બદલી
વાયરલ લોકપ્રિયતા સુધીની પોતાની અણધારી સફરની વાત કરતાં, ડિજિટલ પાયોનિયર જોશુઆ શૅક્ટર જણાવે છે કે કેવી રીતે એક રોબોટને સંતોષકારક પ્લૉટર આર્ટમાં ઇરાદાપૂર્વક ભૂલો કરવા માટે પ્રોગ્રામ કરવાથી લાખો વ્યૂઝ (અને અત્યંત રમુજી પ્રતિક્રિયાઓ) મળ્યા. જાણો કે તમે તમારી હતાશાને સર્જનાત્મક સફળતામાં કેવી રીતે ફેરવી શકો છો — અને શોધો કે કેવી રીતે અનોખી, અણધારી કળા દુનિયાભરના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી શકે છે. (ઇગ્નાઇટ ટૉક્સના સહયોગથી નિર્મિત)
